HomeGujaratબેટ દ્વારકાના બે ટાપુઓની માલિકીનો વક્ફ બોર્ડનો દાવો ફગાવતી હાઈકોર્ટ, કર્યા આ...

બેટ દ્વારકાના બે ટાપુઓની માલિકીનો વક્ફ બોર્ડનો દાવો ફગાવતી હાઈકોર્ટ, કર્યા આ પ્રશ્નો

બેટ દ્વારકાના બે ટાપુઓની માલિકીનો દાવો કરતી લેખિત અરજીને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેને ફગાવી દઈ હાઈકોર્ટે વક્ફબોર્ડ સામે પ્રશ્નોની વણઝાર કરી દીધી હતી.

એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર તિર્થધામ બેટ દ્વારકા બે ટાપુઓની માલિકીનો દાવો કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાઈ હતી. જેને જસ્ટીસ સંગીતા વિશેનની કોર્ટમાં સુનવણી દરમયાન આ અરજીને ફગાવી દીધી હતી. તો અરજી નામંજૂર ઘોષિત કરીને વક્ફ સમિતિને વળતો પ્રશ્ન કર્યો હતો કે, તમને ભાન છે તમે શું કહી રહ્યાં છો, કૃષ્ણનગરીમાં વક્ફ બોર્ડની જમીનની માલિકીનો દાવો જ કેવી રીતે કરી શકાય ? કહીને અરજી સાંભળવાની જ ના પાડી દીધી હતી અને અરજી વાંચી ફરીથી નવી અરજી વેકેશન કોર્ટમાં પરત કરવા માટે કહ્યું હતું.

સુન્ની વક્ફ બોર્ડ દ્વારા બેટ દ્વારકાની જમીન માંગવાના વિવાદ મામલે દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તરપ્રદેશના મથુરાથી ગુજરાતમાં ગુજરાતમાં દ્વારકામાં આવ્યાં હતાં. દ્વારકાને પોતાની રાજધાની તરીકે સ્થાપિત કરી હતી અને ત્યારથી તે દ્વારકાધીશ કહેવાયા હતાં. રાજકાજ દ્વારકાથી અને બેટ દ્વારકામાં નિવાસ તે ભગવાન શ્રીકૃષ્ણનો અતિ પ્રાચિન, પૌરાણીક અને સાચો ઈતિહાસ છે. તેને કોઈ નકારી શકે તેમ નથી. ગુજરાતની આ પવિત્રભૂમિ પર ભગવાન દ્વારકાધીશનું રાજ છે અને તેમની ભૂમિ ઉપર વિધર્મી સંસ્થા કેવી રીતે માલિકીનો દાવો કરી શકે ? દ્વારકા, બેટ દ્વારકા ઉપર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઈની માલિકી જ હોઈ શકે નહીં.

તો બીજી તરફ સાંસદ પૂનમબેન માડમે નિવેદન આપ્યું હતું કે, વક્ફ બોર્ડ દ્વારા જે જમીન માંગવામાં આવી છે તે જગ્યા દ્વારકાની નહીં પરંતુ અમરેલીના શિયાળબેટની છે. સાંસદે ઉચ્ચાધિકારીઓ પાસે સમગ્ર વિગતો મેળવી ખુલાસો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW