ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાની દમદાર વીડિયો અને પોસ્ટ શેર કરીને તે કેટલાક હુનરબાજને સલામ કરે છે. તો ક્યારેક નવા નવા ક્વોટ શેર કરીને યુવાને પણ પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દરેક વીડિયો અને ફોટો પર એની ખાસ નજર હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોને તે પણ પોસ્ટ કરતા રહે છે.

તાજેતરમાં તેમણે જે વીડિયો શેર કર્યો છે. એમાં એક વ્યક્તિ દિવ્યાંગ વગર હાથ પગથી મોડિફાઈડ રિક્ષા ચલાવી રહ્યો છે. આ વીડિયો જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા છે. થોડા સમય માટે તે પણ ચોંકી ગયા હતા. ઉદ્યોગપતિ મહિન્દ્રાએ કહ્યું કે, આ વીડિયો જોઈને હું ચોંકી ગયો હતો. મારા આશ્ચાર્યનો પાર રહ્યો ન હતો. આ વ્યક્તિ શારીરિક પડકારનો સામનો કરી રહ્યો છે. પણ કુદરતે આને જે આપ્યું છે એનાથી તે ખુશ છે. આ માટે ખૂબ ખૂબ આભાર. આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિને નોકરીની ઓફર કરી છે. ઉદ્યોગપતિએ કેટલાક લોકોને પણ કહ્યું છે કે, આ વ્યક્તિ અંગે વધારે જાણકારી આપે. 1 મિનિટ અને 7 સેકન્ડના વીડિયોમાં એક સરસ પ્રેરણા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કોઈ પ્રકારના કોઈના આધાર વગર રાજી ખુશીથી પોતાનું કામ કર્યે જાય છે. મોડફાઈડ રિક્ષા ચલાવે છે. એ પણ એટલા આત્મવિશ્વાસથી કામ કરે છે કે બીજાને એમાંથી ઘણું શીખવાનું મળે છે. સ્થાનિક લોકો સાથે નિખાલસતાથી વાત કરીને કેટલા વર્ષથી તે આ મોડિફાઈડ રિક્ષા ચલાવી રહ્યો છે. એની સ્પષ્ટતા કરે છે.

આ વ્યક્તિ મૂળ દિલ્હીનો હોવાનું જાણવા મળ્યું છે. આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કરતા એવું ટ્વિટ કર્યું હતું કે, આ વીડિયો મને મારી ટાઈમલાઈન પર મળ્યો, મને ખબર નથી આ વીડિયો કેટલો જૂનો છે. ક્યાંનો છે પણ આ સજ્જનને જોઈને હું ચોંકી ગયો છું. તે ન માત્ર પોતાની શારીરિક પીડાનો સામનો કરી રહ્યો છે પણ પોતાનું કામ પણ સરળતાથી કરી રહ્યો છે. એની પાસે જે કંઈ છે એમાં એ ખુશ છે અને એનો પણ આભાર માની રહ્યો છે. આ વીડિયોમાં તેમણે મહિન્દ્રા લોજીસ્ટિકને પણ ટેગ કર્યું છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, શું આ વ્યક્તિને મહિન્દ્રાના લાસ્ટ માઈલેજ ડિલેવરી પ્રોજેક્ટ બિઝનેસ એસો.માં એક ભાગ બનાવી શકાય? આ વીડિયોમાં રિક્ષા ચલાવનાર વ્યક્તિ એવું કહે છે કે, તે પાંચ વર્ષથી આ ગાડી ચલાવી રહ્યો છે. એના પિતા વૃદ્ધ છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે આ કામ કરી રહ્યો છે. એક યુઝરે આના પર કોમેન્ટ પણ કરી છે. જેની નોંધ મહિન્દ્રાએ લીધી છે.

