HomeNationalરૂ.15 લાખ સુધીની લાંચ એ ભ્રષ્ટાચાર નથી, પૈસા ખર્ચીને ચૂંટણી જીતે છેઃ...

રૂ.15 લાખ સુધીની લાંચ એ ભ્રષ્ટાચાર નથી, પૈસા ખર્ચીને ચૂંટણી જીતે છેઃ BJP સાંસદ

નેતાઓની જીભ ક્યારેક એવા વિષય પર લપસે છે કે ખરેખર સામાન્ય પ્રજાને વિચાર આવે કે, આવા નેતાઓના નેતૃત્વ ભોગવવું પડશે? પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ભાજપના સાંસદની ફાંકા ફોજદારી પુરવાર થઈ છે. ભાજપના જનાર્દન મિશ્રા પોતાાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. પોતાના નિવેદનોને કારણે તેઓ અનેક વખત ફસાઈ પણ ચૂક્યા છે. જર્નાદન મિશ્રા એક જાહેર સભામાં સરપંચના ભ્રષ્ટાચારની વકીલાત કરતા જોવા મળ્યા છે.

તેમણે એવું કહ્યું હતું કે, મને સરપંચોના ભ્રષ્ટાચારની ફરિયાદ ન કરો. જો કોઈ સરપંચ રૂ.15 લાખ સુધીનો ભ્રષ્ટચાર કરે છે તો મને ન કહો. તેમણે પૈસા લગાવીને આ ચૂંટણી જીતી છે. આવતી ચૂંટણી માટે પણ તેને પૈસા જોઈએ. જો કોઈ સરપંચ રૂ.15 લાખથી વધારેનો ભ્રષ્ટચાર કરે છે તો માની શકાય છે કે એને કોઈ ભૂલ કે ગડબડ કરી છે. ભાજપના સાંસદ જર્નાદન મિશ્રાએ કહ્યું કે, જ્યારે પણ લોકો અમારી પાસે આવે છે ત્યારે સરપંચ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું કહું છું કે, રૂ.15 લાખ સુધીનો જો કોઈએ ભ્રષ્ટાચાર કર્યો છે તો એ ભાઈ અંગે મને કંઈ ન કહેતા. રૂ.15થી આગળ કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તો માની શકાય છે કે, આ ભ્રષ્ટાચાર છે. કારણ કે સરપંચે રૂ.7 લાખ ચૂંટણીમાં લગાવ્યા છે. 7 લાખ રૂપિયા એને ચૂંટણીના સમયે જોઈએ. મોંઘવારી વધશે તો આવનારા દિવસોમાં વધુ રૂ.1 લાખ જોઈશે. રૂ.15 લાખથી વધારો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તો મને કહો. એને ભ્રષ્ટાચાર કહેવાય. આ જ આપણો સમાજ છે. આ જ ક્રમમાં તમારે પણ આગળ વધવું પડશે. વિવાદ સાથે જર્નાદન મિશ્રાનો જૂનો નાતો રહ્યો છે. આ પહેલા પણ તેઓ ચોંકાવનારા નિવેદન આપી ચૂક્યા છે.

આ પહેલા તેમણે એવું કહ્યું હતું કે, જ્યાં સુધી વડાપ્રધાન મોદીની દાઢી છે ત્યાં સુધી ગરીબોને PM આવાસ મળતા રહેશે. જ્યારે પણ તેઓ પોતાની દાઢી હલાવે છે. તો લાખો આવાસ એમાંથી નીકળે છે. તેઓ જેટલી વખત દાઢી હલાવશે એટલી વખત એમાંથી મકાન નીકળતા રહેશે. રૂ.15 લાખ વાળા નિવેદનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ સરપંચની વકીલાત કરી રહ્યા છે. આ વીડિયો મધ્ય પ્રદેશના રીવાના એક કાર્યક્રમનો છે. જ્યાંથી તેઓ સાંસદ તરીકે આવ્યા હતા. પછી સાંસદે એવી પણ સ્પષ્ટા કરી હતી કે, હું મજાક કરતો હતો. મે મજાકમાં કહ્યું હતું કે, રૂ15 લાખ સુધીનો ભ્રષ્ટાચાર હોય તો મને ન કહેતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW