હળવદ ચરાડવા પાસેથી કેનાલમાંથી હત્યા કરાયેલી લાશની તપાસ હજુ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે માળીયા બ્રાંચ કેનાલ ટીકર ગામનો યુવાન ઝંપલાવી આપધાત કરી લીધો હોવાની શંકાના આધારે ગ્રામજનોએ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જેમાં નર્મદા કેનાલ કાંઠેથી યુવાનનો મોબાઈલ, ચંપલ,મોટરસાયકલ તેમજ જમીન પર અને મોબાઈલ સ્ટેટસ ‘આઈ મીસ યુ’લખેલું મળી આવ્યું છે જ્યારે યુવાને કેનાલમા ઝંપલાવી આપધાત કર્યો કે ત્યાથી ક્યાંય નિકળી ગયો તે દીશામાં તપાસ બાદ ખબર પડશે હાલતો શંકાના આધારે ગ્રામજનોએ વિવિધ દીશામાં કેનાલમા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટીકર ગામનો યુવક ધનજીભાઈ ઠાકોર કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમા ઝંપલાવી આપધાત કરી લીધો હોવાની શંકાના આધારે ગ્રામજનોએ જુદી જુદી દીશામાં તપાસ હાથ ધરી છે જેમાં માળીયા બ્રાંચ કેનાલથી બાજુમાં મોટરસાયકલ ચંપલ સહિતની ચીજવસ્તુઓ તેમજ જમીન પર અને મોબાઈલ સ્ટેટસ પર ‘આઈ મીસ યુ’લખાણના આધારે આપધાત કરી લીધો હોવાનું મનાય રહ્યું છે પરંતુ હાલતો ગ્રામજનો મોટી સંખ્યામાં નર્મદા કેનાલ કાંઠે પહોંચ્યા છે અને સ્થાનિક તંત્રને જાણ કરી વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરી શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે બીજી તરફ ધનજીભાઈની સગાઈ મહિના પહેલાં જ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે શું કારણ હોય શકે અને આત્મહત્યા કરી કે ક્યાંક ચાલી ગયો તે તપાસ બાદ જ બહાર આવશે.

