HomeGujaratRTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સના સ્માર્ટકાર્ડનો સ્ટોક ખાલી,અરજદારોને ધક્કા

RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સના સ્માર્ટકાર્ડનો સ્ટોક ખાલી,અરજદારોને ધક્કા


રાજ્યભરના આરટીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના સ્માર્ટકાર્ડનો સ્ટોક ખાલી થઈ જતા અરજદારોને ફિઝિકલ લાયસન્સ આપવાની કામગીરી ટલ્લે ચડી છે.રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં છેલ્લા દસ દિવસથી ડ્રાઇવિંગ લાઇસન્સના કાર્ડનો સ્ટાફ સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરરોજ 600થી વધુ અરજદારોના લાયસન્સ ઇશ્યુ થઈ શકતા નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના કાર્ડ માટેની જે એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું.તેનો કોન્ટ્રાક્ટ નહિ કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરની આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ની કામગીરી ઠપ થઈ ચૂકી છે. જેમાં દરરોજ 20 હજારથી વધુ અરજદારો પરેશાન થઈ રહ્યા છે.આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થનારા નસીબદારને દરરોજ લાયસન્સ માટે આરટીઓ કચેરીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે પરંતુ કાર્ડ ના અભાવે વાહનચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થઈ શકતા નથી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આરટીઓ કચેરી ધમધમતી થઈ, રવિવારે ચાલુ | The RTO office  in Saurashtra including Rajkot was throbbing continuing on Sunday |  Gujarati News - News in Gujarati - Gujarati Newspaper -


સ્માર્ટ કાર્ડ સપ્લાય કરતી એજન્સી નો કોન્ટ્રાક્ટ ગત સપ્ટેમ્બર માસમાં જ પૂરો થઈ ગયો હતો ત્યારબાદ નવો કોંટ્રાક્ટ રીન્યુ કરવામાં ન આવતા નવી સપ્લાય મળી ન હતી જેના કારણે કચેરીમાં આજદિન સુધી જેટલો સ્ટોક હતો તેનાથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું હાલ તો પણ પૂરો થઇ જતાં અરજદારોની લાયસન્સ મળતા નથી અને હજુ રાજકોટ તેમજ રાજ્યની આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવતી નથી
રાજકોટ આરટીઓમાં છેલ્લા દસ દિવસથી સ્માર્ટકાર્ડ નો સ્ટોક ખલાસ થઈ ગયો છે જેના કારણે વાહનચાલકોને ફિઝિકલ સ્વરૂપમાં લાયસન્સ મળી શકતા નથી પરંતુ કેટલાક એવા પણ છે જેમણે ઓક્ટોબર માસમાં ટેસ્ટ પાસ કરી હોવા છતાં બે માસ જેટલો સમય થઈ ગયો છે આવા અરજદારોને પણ હજુ સુધી લાઇસન્સ મળ્યા નથી બે મહિનાથી લાઇસન્સ નહિ મળવાનું કારણ પણ અરજદારોને કાર્ડ ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW