મોરબીના મારુતિ નગરમાં રહેતા માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ નામની કરીયાણાની દુકાન ચલાવતા મહેશભાઈ છગનભાઇ ખાવડીયાની દુકાનમાં જૂનાગઢના બ્રીજેશ કાંતિલાલ પટેલ અને રાજકોટના જેકલેશ ધીરજભાઈ સોમૈયા નામના બે શખ્સ ગયા માર્ચ મહિનાની 8 તારીખે આવ્યા હતા અને સ્વામિનારાયણ મંદિરમાં દાન પુણ્ય કરવાના ઉદેશથી150 તેલના ડબ્બા અને રાશનિંગનો માલ લઈ રૂ.10.28 લાખનો માલ ખરદ્દયો હતો પણ તેના પૈસા અપાયા નહતા આ અંગે ઉઘરાણી કરતા અવાર નવાર વાયદા કરાવ્યા હતા.સાત મહિના સુધી રૂપીયા ન ચૂકવતા આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ.મથકમાં ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

