HomeGujaratહાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ રાતોરાત સક્રિય થયું, લઈ લીધો આ મોટો...

હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ રાતોરાત સક્રિય થયું, લઈ લીધો આ મોટો નિર્ણય

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા બાળકોને લઈ તંત્ર ચિંતામાં છે. એવામાં ગુજરાત હાઈકોર્ટે તંત્ર સામે આંખ લાલ કરી છે. શાળામાં કોરોના વાયરસના કેસ વધ્યા છે. જેને ધ્યાને લઈને હાઈકોર્ટે મોટી અને મહત્ત્વની સૂચના આપી દીધી છે. આ સૂચનામાં એવું પણ કહેવામાં આવ્યું છે. શાળાઓમાં જરૂર પડ્યે જુદી જુદા પાળીઓમાં સ્કૂલ ચલાવી શકાય છે.

આ સિવાય જરૂર હોય ત્યાં ટ્રાંસપોર્ટેશનની વ્યવસ્થાની પણ સૂચના આપી દેવમાં આવી છે. આ સિવાય તમામ વ્યવસ્થાની જવાબદારી શાળાની રહેશે. તંત્ર આ વાત ધ્યાને લે. ઓરડાની ઘટ મુદ્દે શિક્ષણાધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. નિર્માણ અંગેની કામગીરી તથા વ્યવસ્થા સહિતના મુદ્દે યોગ્ય ડેટા આપે. સ્કૂલમાં કોરોના વાયરસ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, વાલીઓ પાસેથી બીજી વખત ફરીથી સંમતિપત્રક લેવામાં આવશે. ઓનલાઈન, ઓફલાઈન એમ બંને વિકલ્પ વિદ્યાર્થીઓને મળી રહેશે. શાળાઓમાં પણ ગાઈડલાઈન્સનું પાલન અનિવાર્ય છે. રાજ્યમાં હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હાલ વાલીઓ ચિંતામાં છે. આ સ્થિતિમાં હવે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટેની માંગ ઊઠી છે. રાજકોટની શાળામાંથી બાળકો સંક્રમિત થતા ત્રણથી ચાર શાળાઓ યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવી છે. શાળાઓમાં પણ ચેકિંગ તથા ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. એ વાત રાજ્યના શિક્ષણમંત્રીએ પણ સ્વીકારી હતી કે રાજ્યમાં કોરોના વાયરસના કેસ હવે વધ્યા છે. જેની અસર શિક્ષણ પર થઈ રહી છે.

બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. હાલ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈનની સાથોસાથ ઓનલાઈનનો વિકલ્પ રહેશે.પણ ઓફલાઈન માટે ફરીથી વાલીઓ પાસેથી સમંતિપત્ર માંગવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, દરેક સ્કૂલે ફરજિયાત ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. આ માટે ચેકિંગની જવાબદારી શિક્ષણાધિકારીની રહેશે. આરોગ્ય વિભાગ સાથે અમારી વાતચીત ચાલું છે. આ માટે ખાસ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે. કોવિડના કેસ શાળામાંથી વધે નહીં એની ખાસ કાળજી રખાશે. DEO પણ આ કેસમાં કડક વલણ અપનાવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW