મોરબીની સીરામીક ફેકટરીમાં અવાર નવાર મજૂરો પર નાની બાબતોમાં ધમકાવવા અને વિરોધ કરે તો કાઢી મુકવાની ધમકી આપવાના બનાવ અવારનવાર બનતા હોય છે. ત્યારે આવી એક ઘટના મોરબીના લાલપર નજીક આવેલ રેમ્બો 1 નામની લેમનેશન ફેકટરીમાં કામ કરતા ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયા નામના મહિલા મજુર તેમજ તેમના પતિ વાલજીભાઈ ટૂંડિયા સાથે કામ કરતા હોય ગત ગુરુવારના રોજ ગૌરીબેન બાથરૂમમાં માટે ગયા તે દરમિયાન ફેકટરીનો સુપરવાઈઝર સંજયભાઈ વણોલ બાથરૂમમાં ડોકાતો હતો જેથી ગૌરિબેનના પતિએ સંજયભાઈને મહિલા બાથરૂમમાં જાય છે ત્યારે પાછળ કેમ જાય છે તેમ કહેતા આરોપી સંજયે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી જેથી આ અંગે વાલજીભાઈએ આ અંગે ફેકટરીના માલિક દિનેશભાઈ પટેલને જાણ કરી હતી જોકે દિનેશભાઈએ પણ તેઓને સાંભળવાના બદલે હિસાબ લઈ નીકળી જવા કહ્યું હતું જે બાદ ગૌરીબેન અને વાલજીભાઈ હિસાબ લઈને જતા હતા તે દરમિયાન આરોપી સંજય અને તેના ભત્રીજા જયદીપે તેમની સાથે મારામારી કરી હતી.તો દિનેશભાઈએ પણ તેઓને હડધૂત કરી કાઢી મુક્યાં હતા મારમારીમાં ગૌરીબેનના મૂઢમાંર ઇજા થતાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મહિલાની ફરિયાદ આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

