અમદાવાદ, શનિવાર
શહેરમાં આજે 32 નવા કેસ નોંધાયા છે. તેની સાથે શહેરમાં 1 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. વેસ્ટ ઝોનમાં આવેલા ઉસ્માનપુરામાં વિદ્યાનગર સોસાયટી વિભાગ-3ના ઘર નંબર 2થી 6 એટલે કે કુલ 5 ઘરના 17 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
24 ડિસેમ્બરે નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદલોડિયાના ICB આઈલેન્ડના બ્લોક એચના 4 માળના 4 ઘર તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાના ન્યુ સીજી રોડ પરની દિવ્યજીવન સોસાયટીના 3જા માળના 4 ઘરને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.અમદાવાદમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કે ફ્લેટમાં કેસો વધુ આવ્યા છે, ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરના રોજ 26 કેસ અને આજે વધુ 43 કેસો આવતાં ચાંદલોડિયાના ICB આઈલેન્ડના બ્લોક એચના 4 માળના 4 ઘરના 13 લોકો તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાના ન્યુ સીજી રોડ પરની દિવ્યજીવન સોસાયટીના 3જા માળના 4 ઘરના 15 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મૂકવામાં આવ્યા છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

