HomeGujaratNorth Gujaratજખૌ હેરોઇન કેસમાં શુ થયો ખુલાસો જાણો

જખૌ હેરોઇન કેસમાં શુ થયો ખુલાસો જાણો

અમદાવાદ, શુક્રવાર

 કચ્છના જખૌ દરિયામાંથી કરોડો રૂપિયાનું હેરોઇન પકડવાના મામલે સાજીત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ વધુ હોવાથી હાજી હસને પોતાના દીકરાને સાથે મોકલ્યો હતો. પાકિસ્તાનથી મોકલાયેલુ ડ્રગ્સ મોટી માત્રામાં અને કરોડોની કિંમતનું હોવાથી ડ્રગ્સ માફિયાઓ પોતાનાં દિકરા સાજીદને બોટમાં માછીમારો સાથે ભારતમાં મોકલ્યો હતો. આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં રહી ચુકયો છે. આરોપીઓ પાસેથી ATS એ પાકિસ્તાની ઓળક કાર્ડ પણ કબ્જે કર્યા હતા. આરોપીઓ અગાઉ કેટલી વાર ગુજરાત આવ્યા છે અને કેટલુ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં સફળ રહ્યાં છે તે અંગે ATS એ તપાસ હાથ ધરી હતી.

  ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છમાં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં તમામ આરોપીઓની 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે. આ મામલે પાકિસ્તાનનાં મોહંમદ વાઘેર,  મોહંમદ સાજીદ વાઘેર, ઈસ્માઈલ બડાલા, સાગર વાઘેર, મોહંમદ દાનીશ વાઘેર તેમજ અશફાક વાઘેરની ધરપકડ કરાઈ  હતી ત્યારે આ ગુનામાં પકડાયેલો સાજીદ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસનનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે.ડ્રગ્સ માફિયા હાજી હાસમ પણ મુખ્ય આરોપીનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે પાકિસ્તાનની મોકલાયેલુ ડ્રગ્સ મોટી માત્રામાં અને કરોડોની કિંમતનો હોવાથી ડ્રગ્સ માફિયાઓ પોતાનાં દિકરા સાજીદને બોટમાં માછીમારો સાથે ભારતમાં મોકલ્યો હતો. આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં પણ રહી ચુકેલો હોવાનું ખુલ્યુ છે. આરોપીઓ પાસેથી ATS એ પાકિસ્તાની ઓળક કાર્ડ પણ કબ્જે કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW