HomeNationalસંસદમાં હંગામા પર પ્રતિક્રિયામાં થરુરે સાધ્યું કૉંગ્રેસના નેતૃત્વ પર નિશાન ? :...

સંસદમાં હંગામા પર પ્રતિક્રિયામાં થરુરે સાધ્યું કૉંગ્રેસના નેતૃત્વ પર નિશાન ? : કહ્યુ- હાંસિયામાં ધકેલાવા માટે વિપક્ષ ખુદ જવાબદાર

નવી દિલ્હી, ગુરુવાર

  સંસદમાં વિપક્ષના હંગામાને કોંગ્રેસના સાંસદ શશી થરુરે ખોટો ઠેરવતા કહ્યુ છે કે અડચણના સ્થાને આપણે ચર્ચા કરવી જોઈએ. થરુરે તેની સાથે જ કોંગ્રેસમાં એક ચૂંટાયેલા નેતાના સવાલ પર કહ્યું કે મતદાતાઓમાં ગાંધી-નહેરુ પરિવાર પ્રત્યે નિષ્ઠાની ભાવના છે, તેને આસાનીથી દૂર કરી શકાય નહીં અને રાહુલ ગાંધી પાર્ટીના નેતા તરીકે સરળતાથી ચૂંટાય શકે છે.

  ગૃહની કાર્યવાહીમાં અડચણ પેદા નહીં કરવાની તરફદારી કરતા થરુરે કહ્યુ છે કે કેટલીક હદ સુધી વિપક્ષ ખુદ હાંસિયામાં જવા માટે ખુદ જવાબદાર છે. જો કે તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો છે કે ઘણીવાર મુદ્દા ઉઠાવવાની મંજૂરી નહીં મળવાને કારણે નિરાશાનો સામનો કરવો પડે છે. આ સવાલો બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે આખરે તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદના શશી થરુરના મનમાં શું ચાલી રહ્યું છે ? તેમણે એમ પણ કહ્યુ છે કે તેમની પાર્ટી તેમના એ વિચારથી વાકેફ છે કે આપણે અડચણ પેદા કરવી જોઈએ નહીં, પરંતુ સંસદનો ઉપયોગ ચર્ચાના મંચ તરીકે કરવો જોઈએ.

  કાર્યક્રમ દરમિયાન થરુરને રાહુલ ગાંધી સંદર્ભે સવાલ કરવામાં આવ્યો કે શું પાર્ટીના એક ચૂંટાયેલા નેતા હોવા જોઈએ અને એવું નહીં કે જે પરિવારને કારણે પદ પર હોય. આના પર કોંગ્રેસના નેતા શશી થરુરે કહ્યુ હતુ કે સ્પષ્ટપણે કહુ તો જે લોકો પરિવારને કારણે છે, તે ચૂંટાય પણ શકે છે. જો કે આ વાતને લઈને બેહત ઓછી શંકા છે કે જો રાહુલ ગાંધી ચૂંટણી લડવાના ઈચ્છુક હોય, તો તેઓ કોંગ્રેસમાં કોઈપણ અન્યના મુકાબલે ચૂંટાય જશે, કારણ કે પાર્ટીના મતદાતાઓમાં દશકાઓથી ગાંધી-નહેરુ પરિવાર પ્રત્યે નિષ્ઠાની ભાવના છે તેને આસાનીથી દૂર કરી શકાય નહીં. થરુરે પોતાના તાજેતરના પુસ્તક – પ્રાઈડ, પેજુડિસ એન્ડ પંડિત્રી પર ચર્ચા દરમિયાન આ ટીપ્પણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW