HomeGujaratનવા વાહનો માટે આવી ગઈ છે BHARAT સીરીઝ, આ લોકોને થશે ફાયદો

નવા વાહનો માટે આવી ગઈ છે BHARAT સીરીઝ, આ લોકોને થશે ફાયદો

જો તમારી નોકરી એવી છે કે જ્યાં કેટલાક સમય બાદ તમારૂ ટ્રાન્સફર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થઈ શકે છે. તો તમારા વાહનનું રજિસ્ટ્રેશન સાથે જોડાયેલી મુશ્કેલી તમારા સિવાય કોઈ સારી રીતે જાણી શકતું નથી. પરંતુ હવે આ સમસ્યાને દુર થવાની છે. સરકારે નવા વાહનો માટે ભારત સીરીઝ જાહેર કરી છે. નવી સીરીઝના વાહનોનું રજિસ્ટ્રેશન સમગ્ર ભારતમાં માન્ય રહેશે અને તે આ સીરીઝનું રજિસ્ટ્રેશન નંબરના આધાર ઉપર દેશના કોઈપણ રાજ્યમાં વાહનને બેરોકટોક ઉપયોગ કરી શકે છે.

રાજ્યસભામાં એક સવાલના લેખીત જવાબમાં સડક અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ અંગેની જાણકારી આપી છે કે, નવા વાહનો માટે નવુ રજિસ્ટ્રેશન માર્ક ભારત સીરીઝ (BH સીરીઝ) રજૂ કરી છે. આ સીરીઝની સાથે વાહનોના માલિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થવા ઉપર વાહન માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાની આવશ્યકતા નહીં રહે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગડકરીએ જણાવ્યું છે કે, સીરીઝ સ્વૈચ્છીક આધાર ઉપર ઉપલબ્ધ રહેશે અને રક્ષા કર્મચારી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કંપનીઓના કર્મચારી અને ખાનગી ક્ષેત્રની આવી કંપનીઓ અને સંસ્થાઓના કર્મચારી જેનું કાર્યાલય 4 કે તેથી વધારે રાજ્યોમાં હોય તેને આ ભારત સીરીઝનો ફાયદો મળશે.

વાહનો માટે ભારત સીરીઝ લેતા સમયે બે વર્ષના રોડ ટેક્સની ચુકવણી કરવાની રહેશે. જે બાદ દર બે વર્ષમાં રોડ ટેક્સની ચુકવણી કરાશે. રજિસ્ટ્રેશનની તારીખથી 14માંવર્ષ સુધી ટેક્સ દર વર્ષે ટેક્સ લાગશે. જો કે તે દર અડધા જ હશે. 10 લાખ રૂપિયાની ઓછી કિંમતવાળા વાહનો ઉપર 8 ટકાના દરે ટેક્સ લાગશે. તો 10થી 20 લાખ રૂપિયાની વચ્ચેની કિંમતવાળા વાહનો ઉપર 10 ટકા ટેક્સ લાગશે. 20 લાખથી ઉપરની વાહનો ઉપર 12 ટકા ટેક્સ લગાડાશે. ડીઝલ વાહનો ઉપર બે ટકા વધારે ટેક્સ લેવામાં આવશે. જો કે ઈલેકટ્રીક વાહનોને ટેક્સમાં બે ટકાની છુટ મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW