શ્રીનગર, બુધવાર
જમ્મુ-કાશ્મીરમાં બુધવારે એક કલાકમાં બે આતંકી હુમલા થયા છે. પહેલો હુમલો શ્રીનગરના ઈદગાહમાં થયો છે. અહીં આતંકીઓએ એક શખ્સ પર ફાયરિંગ કર્યું છે. આ હુમલામાં આ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ હુમલાના બે કલાક બાદ આતંકવાદીઓએ અનંતનાગમાં પોલીસ અધિકારી પર ફાયરિંગ કર્યું છે. જેમાં એક એએસઆઈ ઘાયલ થયો છે.
શ્રીનગરના ઈદગાહમાં આતંકીઓના ફાયરિંગમાં જીવ ગુમાવનારા વ્યક્તિનું નામ રઉફ અહમદ ખાન છે. તેને પહેલા શ્રીનગરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આના થોડા સમયગાળામાં અનંતનાગના બિજબેહડામાં આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના એએસઆઈ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એએસઆઈ ઘાયલ થયા છે અને તેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવ્યા છે.
જણાવવામાં આવે છેકે મ઼ૃતક રઉફ અહમદ ખાન પહેલા આતંકી હતો. પરંતુ બાદમાં તેણે સરન્ડર કરી દીધું હતું. હવે તે શ્રીનગરના ઈદગાહમાં પ્રોપર્ટી ડીલરનું કામ કરી રહ્યો હતો. આતંકીઓએ રઉફ અહમદ ખાનના ઘરની બહાર તેના પર હુમલો કર્યો હતો. બીજી તરફ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

