HomeNationalયુપીના પૂર્વ CM અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ અને તેમની પુત્રી કોરોનાગ્રસ્ત, મંગળવારે...

યુપીના પૂર્વ CM અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ અને તેમની પુત્રી કોરોનાગ્રસ્ત, મંગળવારે કરાવ્યો હતો ટેસ્ટ

લખનૌ, બુધવાર

  ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ અને તેમની પુત્રીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડિમ્પલ યાદવે ટ્વિટ કરીને ખુદ આની જાણકારી આપી છે. ડિમ્પલ યાદવે કહ્યુ છે કે તેઓ સંપૂર્ણપણે વેક્સિનેટેડ છે.

  ડિમ્પલ યાદવે ટ્વિટ કર્યું છે કે મે કોવિડ ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું સંપૂર્ણપણે વેક્સિનેટેડ છું અને કોઈપણ લક્ષણ હજી દેખાયા નથી. મારી અને અન્યોની સુરક્ષાની દ્રષ્ટિએ મે ખુદને આઈસોલેટ કરી લીધી છે. હાલમાં મને મળનારા તમામ લોકોને અનુરોધ છે કે તેઓ પોતાનો ટેસ્ટ જલ્દીથી કરાવે.

  યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ રાજ્યમાં વિજય રથ યાત્રા કાઢી રહ્યા છે. તેમા મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ સામેલ થઈ રહ્યા છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવે પણ તાજેતરમાં દિલ્હીમાં એક લગ્ન સમારંભમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સહીતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભારતમાં ગત 24 કલાકમાં 6317 કેસ સામે આવ્યા છે. તે દરમિયાન 318ના મોત નીપજ્યા છે. તો 6906 દર્દીઓ રિકવર થયા છે. દેશમાં એક્ટિવ કેસ 78190 થયા છે. તે ગત 575 દિવસોમાં સૌથી ઓછા છે.

  દેશના કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચ્યા છે. તેની સંખ્યા 229 થઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. અહીં ઓમિક્રોનના 65, દિલ્હીમાં 57, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 22, કેરળમાં 15, ગુજરાતમાં 14, જમ્મુ-કાશ્મીરમાં 3, ઓડિશામાં 2, ઉત્તરપ્રદેશમાં 2, આંધ્રપ્રદેશમાં 2, ચંદીગઢમાં 1, લડાખમાં 1, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ સામે આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW