HomeNationalજ્યાં 9 ડિગ્રીમાં ધ્રુજી જવાય છે ત્યાં ચીને એક આખું સ્નો સિટી...

જ્યાં 9 ડિગ્રીમાં ધ્રુજી જવાય છે ત્યાં ચીને એક આખું સ્નો સિટી તૈયાર કર્યું, જુઓ ફોટો

પાડોશી રાષ્ટ્ર ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાનમાં આઠમી નેશનલ પબ્લિક આઈસ એન્ડ સ્નો સીઝનના ભાગરૂપે આઈસ એન્ડ સ્નોના આર્ટ ફેસ્ટિવલ મંગળવારથી શરૂ થઈ ગયો છે. ફેસ્ટિવલના પહેલા દિવસે બાળકોથી માંડીને વૃદ્ધો સહિતના લોકો મોટી સંખ્યમાં મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા. તેમને વિવિધ રાઈડ્સનો આનંદ માણવા આઈસ સ્નોના વિવિધ આર્ટવર્ક સાથે ફોટો કે સેલ્ફી લેવા સહિતની એક્ટિવિટીને ઉત્સાહભરી રીતે એન્જોય કરી હતી.

આ તસવીર જીલીન પ્રાંતની રાજધાની ચાગચુનની છે. આ વર્ષમાં ચીનના સત્તાધારીના પક્ષની 100મી વર્ષગાંઠ છે. આગામી વર્ષે અહીંયા ઓલિમ્પિક પણ યોજાશે. આ બાબતે ધ્યાને રાખીને અહીંયા બરફથી કલાકૃતિઓથી એક આખું સિટી તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્નો થીમ પાર્કમાં મહેલથી લઈને બૌદ્ધમઠ સહિત 160થી વધારે સેટ તૈયાર કરવામાં આવ્યા છે. તે બનાવવા માટે 6.5 લાખ ઘન મીટર બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાર્ક સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો છે. અહીંયા રાત્રે લાઈટિંગ્સ કરવામાં આવી છે. મુલાકાતીઓને સપનાની દુનિયામાં આવ્યા હોવાનો ભાસ થાય છે. જોકે, આવી બરફની કલાકૃતિ જોઈને માત્ર ચીનના લોકો જ નહીં દુનિયાભરના લોકો ચોંકી ગયા છે. જ્યાં બરફવર્ષામાં તાપમાન ગગડી જાય છે. ત્યાં ચીન આવો એક આખો ફેસ્ટિવલ મનાવે છે.

આમ પણ ચીન ફેસ્ટિવલની બાબતમાં દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચતો રહ્યો છે. આ ફેસ્ટિવલ ચાર મહિના સુધી ઉજવવામાં આવશે. ચીનના બીજા રાજ્યમાંથી પણ આ ઉત્સવને માણવા અને જોવા માટે લોકો ઉમટી પડે છે. વર્ષ 1998થી ચીન આ પ્રકારનો વર્લ્ડ લેવલનો ફેસ્ટિવલ મનાવે છે. એક રીપોર્ટ અનુસાર 230 મિલિયન પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે આવે છે. જેના કારણે ચીનને તથા આ સમગ્ર ફેસ્ટિવલને 374.7 યુઆનની આવક થાય છે. જોકે, ચીન આ પ્રકારના ફેસ્ટિવલ ટુરિઝમમાં ખૂબ જ માને છે. વર્ષ 2005થી અહીં વિદેશી પ્રવાસીઓને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી. મોટાભાગે પ્રવાસીઓ અહીં સાંજના સમયે આવે છે ફોટા પાડે છે અને એન્જોય કરે છે.

વુહાન સિટી કોરોનાને કારણે દુનિયાભરમાં ચર્ચામાં રહ્યું છે. પણ હવે એ જ પ્રાંતમાં આવી પ્રવૃતિઓ થતા ફરી એકવખત ચીનની કલા કારીગીરીની ચર્ચાઓ થઈ રહી છે. સાંજના સમયે લાઈટિંગનો નજારો જોવાની મજા આવે છે. અહીં એક હોટેલથી લઈ રેસ્ટોરાં સુધીની સુવિધા ઊભી કરવામાં આવી છે. આમ પણ ચીન આ ફેસ્ટિવલની તૈયારી સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરી દે છે. ખાસ કરીને બરફ પર થતા કટિંગ અને અવનવી ડીઝાઈન જોઈને સૌ કોઈ ચોંકી જાય છે.

છેલ્લા ત્રણ વર્ષથી આ ફેસ્ટિલને જોવા માટે અનેક લોકો આવે છે. પણ આ વખતે કોરોનાને કારણે અહીં પ્રવાસનને અસર થાય એવી પૂરી શક્યતાઓ છે. વહેલી સવાર સુધી આ ફેસ્ટિવલ ચાલે છે. જ્યારે સવારના સમયે સમગ્ર શિલ્પનું ડેકોરેશન કરવામાં આવે છે. જે કોઈ ભાગ તૂટી ગયો હોય તો એને ફરી કટિંગ કરીને તૈયાર કરવામાં આવે છે. ચાર મહિના બાદ આ દરેક શિલ્પને એ જ રીતે મૂકી દેવામાં આવે છે. જે સમય જતા પીગળી જાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW