HomeGujaratNorth Gujaratપોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આનંદનગર, ચાંદખેડા અને ખોખરા સહિતના 10 પોલીસ સ્ટેશનના...

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આનંદનગર, ચાંદખેડા અને ખોખરા સહિતના 10 પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક કરી બદલી

અમદાવાદ, બુધવાર

  પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આનંદનગર, ચાંદખેડા અને ખોખરા સહિતના 10 પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલી કરી છે.વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલીઓમાં આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ.રોયની બદલી એસઓજીમાં કરાઈ છે, જ્યારે આનંદનગર પીઆઈ તરીકે શાહપુર સેકન્ડ પીઆઈ કે.એસ. પટેલને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત સ્પેશિયલ બ્રાંચના પીઆઈ ડી.ડી. ગોહિલને ઈસનપુર સિનિયર તરીકે જ્યારે ઈસનપુર સિનિયર પીઆઈ જે.વી. રાણાની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરવામાં આવી છે.

  કંટ્રોલ રૂમના પીઆઈ કે.એસ. ચૌધરીની બદલી ખોખરા પીઆઈ તરીકે અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ વી.એમ. દેસાઈની બદલી ચાંદખેડા પીઆઈ તરીકે કરાઈ છે. કંટ્રોલ રૂમના પીઆઈ આઈ.ટી.દેસાઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ જ્યારે ખોખરા પીઆઈ વાય.એમ. ગામીતને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી. કટારિયાની બદલી ઈઆરએસએસમાં કરાઇ છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW