નવી દિલ્હી, મંગળવાર
ચીન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ છે કે અમે અમેરિકા સાથે સીધો ટકરાવ કરવાથી ડરવાના નથી. તેમણે કહ્યુ છે કે જો બંને પક્ષ સમાનપણે લાભકારી છે, તો અમે સહયોગનું સ્વાગત કરીશું.
વાંગ યીએ કહ્યુ છે કે અમેરિકા-ચીન સંબંધોમાં સમસ્યાઓ અમેરિકાના પક્ષ દ્વારા રણનીતિક ખોટા નિર્ણયોને કારણે નીચે ગઈ છે. પરંતુ જો કોઈપણ પ્રકારનો ટકરાવ થાય છે, ચીન તેનાથી ડરશે નહીં અને અંત સુધી લડશે. તેમણે કહ્યુ છે કે પ્રતિસ્પર્ધામાં કોઈ નુકસાન નથી. પરંતુ આ સકારાત્મક હોવી જોઈએ। કોરોના વાયરસની મહામારીની ઉત્પતિ, ટ્રેડ માનવાધિકાર, તાઈવાન, શિનજિયાંગઅને તિબેટ વગેરે મામલાઓને લઈને અમેરિકાએ સતત ચીન પર દબાણ બનાવવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધ ઘણાં પ્રકારની અસંમતિઓના સ્તર પર છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વર્ચુઅલ વાતચીત કરી હતી. આ વાતચીતમાં બાઈડેન ચીન પર માનવાધિકાર મુદ્દે દબાણ ઉભું કર્યું, તો જિનપિંગે ચેતવણી આપતા કહ્યુ હતુ કે ચીન તાઈવાન પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો જવાબ આપશે. અમેરિકાની સેનેટે તાજેતરમાં ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાંથી ઈમ્પોર્ટ થનારી ચીજો પર પ્રતિબંધ લગાવવાનો કાયદો પારીત કર્યો છે. આ કાયદાને બળજબરીથી શ્રમ અને બીજિંગ દ્વારા ઉઈઘૂર મુસ્લિમ લઘુમતી સમુદાયની સતામણીને કારણે પારીત કરાયો છે. જો કે ચીને શિનજિયાંગમાં સામાન્ય લોકોના અધિકારોના હનનના આરોપને રદિયો આપ્યો છે.

