HomeGujaratદરિયો રેઢોપટ્ટ: 1600 કિમીના દરિયાઈ વિસ્તારમાં કેટલા કોસ્ટલ પોલીસ સ્ટેશન?

દરિયો રેઢોપટ્ટ: 1600 કિમીના દરિયાઈ વિસ્તારમાં કેટલા કોસ્ટલ પોલીસ સ્ટેશન?

છેલ્લા થોડા સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટી માત્રામાં દિવસ ઝડપાય છે. જેથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ થયા છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોવામાં આવે તો હકીકત અલગ છે.
ઓ પાસેથી ડ્રગ્ઝનો મોટા જથ્થા પકડવાને કારણે ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયા કિનારો ફરી એકવાર સુરક્ષાના કારણોને લઇને ચર્ચામાં છે. વાસ્તવિકતા એવી છે કે, રાજ્યના આટલા લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર 22 જ કોસ્ટલ પોલીસ સ્ટેશન છે. 1600 કિમીના વિસ્તારમાં આટલા સ્ટેશન યોગ્ય છે?

લોકસભામાં ગત તા. 23મી માર્ચે એક જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 22 પોલીસ સ્ટેશન છે જ્યારે તમિલનાડુમાં 1076 કિમીના દરિયાકાંઠા માટે 42 કોસ્ટલ પોલીસ સ્ટેશન છે. કેરાલામાં 18, આંધ્રપ્રદેશમાં 21, મહારાષ્ટ્રમાં 19, પ. બંગાળમાં 14 કોસ્ટલ પોલીસ સ્ટેશન છે. આ તુલના એ સૌથી ઓછા કોસ્ટલ પોલીસ સ્ટેશન વિકાસશિલ ગણાતા ગુજરાતમાં છે.

વર્ષ 2017થી 2020 સુધી ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતને કોસ્ટલ સિક્યુરિટી માટે કોઇ ફંડ આપવામાં આવ્યું નથી. આવી માહિતી સરકારે આપી છે. ગુજરાતમાં કોસ્ટલ સિક્યુરિટી સ્કીમના ફેઝ-1 માટે કુલ 10 પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતા. બીજા ફેઝમાં 12 પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. 600 આસપાસ ટાસ્ક કમાન્ડોઝ છે. જ્યારે 1100 સ્ટાફની મંજૂર થયેલી જગ્યાઓ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW