મોરબી પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કલાર્કે ફડસર ગામ નજીકનો રસ્તો ખુલ્લો કરવા રૂ 75 હજારની માંગણી કરી હતી. જે બાદ અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને સોમવારે મોડી સાંજે રૂ 75 હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો
આ અંગેની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામમાં એક અરજદાર દ્વારા ગામની નજીકનો એક રોડ ખુલ્લો કરવા અરજી કરી હતી જે અરજી પ્ક્લારાંત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી નિર્મળ ખુંગલા પાસે પહોચી હતી જે બાદ ક્લાર્ક નિર્મલે રસ્તો ખુલ્લો કરવા રૂ 75 હજારની માંગણી કરી હતી.અને અરજદારને લાંચ ન આપવી હોવાથી તેને એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને રૂ 75 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા .અને તેના વિરુદ્ધ ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી હતી

