HomeNationalઓવૈસીએ કર્યો આધારને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાનો વિરોધ, ગણાવ્યું સુપ્રીમ કોર્ટના...

ઓવૈસીએ કર્યો આધારને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાનો વિરોધ, ગણાવ્યું સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન

નવી દિલ્હી, સોમવાર

   કેન્દ્ર સરકારે લોકોના આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને જોડવાનો પ્લાન બનાવ્યો છે. તેના પર અસદુદ્દીન ઓવૈસીએ વાંધો વ્યક્ત કર્યો છે. ઓવૈસીએ આને નાગરિકોની સુરક્ષા અને પ્રાઈવસી સાથે જોડયું છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં નોટિસ આફીને નવા ઈલેક્શન લૉ (સંશોધન) બિલ 2021નો વિરોધ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આ બિલ લોકસભામાં સરકાર રજૂ કરવા જઈ રહી છે.

  New Election Laws (Amendment), Bill 2021 પ્રમાણે, વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તૈયારી છે. કહેવામાં આવે છે કે આનાથી બે વોટર આઈડી કાર્ડ રાખવા જેવા ફ્રોડ નહીં થઈ શકે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના પત્રમાં લખ્યું છે કે આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને જોડવાથી ઘણું નુકસાન છે, જેમાં નાગરિકોની સુરક્ષા અને પ્રાઈવસીને ખતરો છે. તેમણે દાવો કર્યો છે કે આનાથી સરકારોને જનતાને દબાવવા, મતાધિકારથી વંચિત કરવા અને ભેદભાવ કરવાનો અધિકાર મળશે. એવો પણ દાવો કરાયો છે કે આનાથી સિક્રેટ બેલેટ, ફ્રી અનેફેયર ઈલેક્શનમાં અડચણ પણ પેદા થશે.

  ઓવૈસીએ આ બિલને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે લખ્યુ છે કે આ બિલ સુપ્રીમ કોર્ટના ચુકાદા (પુતસ્વામી વિરુદ્ધ ભારતીય સંઘ)નું ઉલ્લંઘન કરે છે. લખવામાં આવ્યું છે કે આમ કરવું પ્રાઈવસીના મૂળભૂત અધિકારને જેવી રીતે સુપ્રીમ કોર્ટે વ્યાખ્યાયિત કર્યો છે, તેનું ઉલ્લંઘન છે.

  આ બિલમાં નકલી વોટિંગ અને વોટર લિસ્ટમાં પુનરાવર્તનને રોકવા માટે વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ છે. તેનાથી જ વોટર લિસ્ટમાં પણ વર્ષણાં 4 વાર નામ નોંધાવવાની જોગવાઈ છે. આ બિલને સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને જેન્ડર ન્યૂટ્રલ પણ બનાવવામાં આવશે. તેનાથી મહિલા કર્મચારીઓના પતિ પણ સર્વિસ વોટરમાં સામેલ થઈ જશે. અત્યાર સુધી આવું ન હતું. ઉદાહરણ તરીકે પુરુષ સૈનિકની પત્ની સર્વિસ વોટર હેઠળ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકતી હતી. પરંતુ મહિલા સૈનિકનો પતિ આમ કરી શકતો ન હતો.

   મહત્વપૂર્ણ છે કે કેબિનેટ દ્વારા આને મંજૂરી મળી ચુકી છે. આ બિલ કાયદો બન્યા બાદ ચૂંટણી પંને કોઈપણ સ્થાનનો ચૂંટણી માટે ઉપયોગ કરવાનો અધિકાર પણ મળી જશે. અત્યાર સુધી જ્યારે ચૂંટણી પંચ કોઈ ચૂંટણી માટે સ્કૂલ વગેરેનો ઉપયોગ કરતું હતું, તો ઘણાં વાંધા વ્યક્ત થતા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW