IPL 2022ની શરૂઆત પહેલા ટૂંક સમયમાં મેગા ઓક્શન થવા જઈ રહી છે. મેગા ઓક્શન પહેલા હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યા ન હતા. મેગા ઓક્શનની આ મોટી ઈવેન્ટના આગમન પહેલા જ તમામ ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન કરીને બહાર કરી દીધા છે. આ મેગા ઓક્શનમાં લખનૌ અને અમદાવાદની વધુ બે ટીમો જોડાવા જઈ રહી છે. હવે એ ટીમનું નામ સામે આવ્યું છે જે આ બંને ખેલાડીઓને પોતાની સાથે જોડવા જઈ રહી છે.
હાર્દિક અને કૃણાલ પંડ્યાને લઈને સતત અટકળો ચાલી રહી હતી કે આ બંને ખેલાડીઓ હવે કઈ ટીમમાંથી રમશે. હાર્દિક અને કૃણાલ કઈ ટીમમાંથી રમવાના છે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
પંડ્યા બ્રધર્સ હવે અમદાવાદની ટીમમાંથી રમતા જોવા મળશે. અમદાવાદની ટીમ એવું માને છે કે હાર્દિક પંડ્યા વધુ સારો ફિનિશર ઓલરાઉન્ડર છે અને ટીમ મેચ-વિનરની શોધમાં છે. રિપોર્ટ્સ અનુસાર બંને ભાઈઓને અમદાવાદ ટીમમાં સામિલ કરવા પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ખરેખર, હાર્દિક અને

કૃણાલના ગુજરાત કનેક્શનને કારણે ચાહકોની રમત સારી રહેશે અને તે અમદાવાદ ટીમ માટે સારું રહેશે. હાર્દિક અને કૃણાલનું અમદાવાદ સાથેનું ક્નેક્શન હરાજી પહેલા જ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. આ બંને ભાઈઓના કારણે મુંબઈએ IPLની સૌથી સફળ ટીમ બનવામાં ઘણી સફળતા મેળવી છે. IPL 2022 મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક અને કૃણાલને તેમની ટીમમાં સામિલ કર્યા નથી. મુંબઈએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને કિરોન પોલાર્ડને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને રૂ.16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. બુમરાહને રૂ.12 કરોડ રૂપિયામાં, સૂર્યકુમારને રૂ.8 કરોડ રૂપિયામાં અને પોલાર્ડને રૂ.6 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
હાર્દિક અને કૃણાલ પંડ્યા માટે 2021ની IPL ટુર્નામેન્ટ ખૂબ જ ખરાબ હતી. હાર્દિકે 2021ની સિઝનમાં 12 મેચ રમી હતી પરંતુ તે 14.11ની એવરેજથી માત્ર 127 રન જ બનાવી શક્યો હતો અને છેલ્લી બે સિઝનમાં તેણે એક પણ વાર બોલિંગ કરી નથી. તે જ સમયે, કૃણાલે પણ સંઘર્ષ કર્યો છે, તેણે 13 મેચોમાં 14.3 ની સરેરાશથી માત્ર 143 રન બનાવ્યા, જ્યારે 2021 સીઝનમાં માત્ર પાંચ વિકેટ લીધી.

