HomeNationalભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરતો ચીની નાગરિક એરેસ્ટ, આઈબી એલર્ટ

ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરતો ચીની નાગરિક એરેસ્ટ, આઈબી એલર્ટ

મધુબની, રવિવાર

   બિહારના મધુબનીના માધવાપુર બ્લોકમાંથી સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીએ 39 વર્ષીય ચીની નાગરિકને ભારત-નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કર્યા બાદ એરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે આરોપીની ઓળખ ચીનના દક્ષિણી તટ પર ફુજિયાન પ્રાંતના વતની જિઉ જિયાંગ શી તરીકે થઈ છે. એસએસબીના અધિકારીઓએ પૂછપરછ બાદ આરોપીને પોલીસને હવાલે કર્યો છે.

   મળતી માહિતી પ્રમાણે, માધવાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગયા સિંહે કહ્યુ છે કે ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરનારા ચીની નાગરિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીને જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે, આરોપીને શનિવારે ભારત-નેપાળ બોર્ડર પરના પિલર ક્રમાંક – 295/2 પર માધવાપુરમાં ગાંધી ચોક નજીકથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. આરોપી ભારતીય ક્ષેત્રમાં પોતાના પ્રવેશ સાથે સંબંધિત કોઈપણ કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શક્યો નથી.

   સ્પેશયલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. પોલીસે કહ્યું છે કે તેની પાસેથી મોબાઈલ ફોન અને નેપાળી વીઝા સહીત કેટલાક અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આના સંદર્ભે વિદેશ મંત્રાલયને પણ અવગત કરવામાં આવ્યું છે.

   તાજેતરના દિવસોમાં એસએસબીએ સપ્ટેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં સિલીગુડી પાસે ભારત-નેપાળ પાનીટંકી સીમા પર નિયમિત તપાસ દરમિયાન એક ચીની નાગરિક સહીત બે લોકોને એરેસ્ટ કરવામાં આયા હતા. તેના પહેલા ચીનને હુબેઈના વતની હાન જુનવેને બીએસએફે જૂનમાં માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી દેશમાં પ્રવેશવાની કોશિશ દરમિયાન ઝડપી પાડયો હતો. તેની પૂછપરછમાં ખબર પડી કે તેણે નાણાંકીય છેતરપિંડી કરવા માટે ગત 2 વર્ષોમાં ચીનમાં ઓછામાં ઓછા 1300 ભારતીય મોબાઈલ ફોન સિમકાર્ડની તસ્કરી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW