નવી દિલ્હી, શનિવાર
દિલ્હીમાં શનિવારે સવારે ભીષણ દુર્ઘટના બની છે. તેમા ચાર લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે. આઈટીઓ પાસે રિંગ રોડ પર દુર્ઘટના થઈ છે. એક કન્ટેનર ઓટોરિક્ષા પર ખાબક્યું હતું. મહત્વપૂર્ણ છે ઓટોરિક્ષામાં ચાર લોકો સવાર હતા. તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
જાણકારી પ્રમાણે, કન્ટેનર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. દુર્ઘટના બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. હાલ દુર્ઘટનામાં માર્યા ગયેલા ચારેય લોકોની ઓળખ થઈ નથી. પોલીસ તેમની ઓળખની કોશિશ કરી રહી છે. મૃતકોમાં ઓટોરિક્ષા ડ્રાઈવર પણ સામેલ હોવાનું કહેવામાં આવે છે. આ અકસ્માત શનિવારે સવારે સાડા છ વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ફરાર કન્ટેનર ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે. કન્ટેનરમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે ડ્રાઈવર અને કન્ટેનર માલિક સુધી પહોંચવાની કોશિશ કરાય રહી છે.

