HomeGujaratરાજકોટમાં પત્નીને છુટાછેડા આપ્યાના 24 કલાકમાં યુવાને ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું...

રાજકોટમાં પત્નીને છુટાછેડા આપ્યાના 24 કલાકમાં યુવાને ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું મોત, બહેને પણ કર્યું કાંઈક આવું

રાજકોટમાં આપઘાત કરવાની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એક યુવાને પોતાની પત્ની સાથે છુટાછેડા લીધાના 24 કલાકમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

શહેરના કિશાન ગૌશાળા પાસે આવેલા રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા મહેશભાઈ મુકેશભાઈ કોરડીયા નામના 27 વર્ષના યુવાને વહેલી સવારે પેતાના ઘરે હુકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આજીડેમ પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહેશના લગ્ન રિંકલ નામની યુવતી સાથે થયા છે. રિંકલના ભાઈ આદેશ સાથે મહેશની બહેન કૈલાશના લગ્ન થયા હતા. લગ્નબાદ કૈલાશબેન અને તેના પતિ આદેશ વચ્ચે નાની નાની બાબતોમાં માથાકુટો થવા લાગતા તે માવતરે આવી ગઈ હતી અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ હતી. બહેનના લગ્નજીવનમાં પડેલા ભંગાણના પગલે મહેશ અને રિંકલ વચ્ચે પણ માથાકુટો વધવા લાગી હતી. જે બાદ ગઈકાલે મહેશે તેની પત્ની રિંકલને તો કૈલાશબેને તેના પતિ આદેશને છુટાછેડા આપી દીધા હતાં. છુટાછેડા બાદ મહેશ પણ ગુમસુમ રહેવા લાગ્યો હતો અને વહેલી સવારે તેના ઘરમાં હુંકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW