HomeGujaratવર્ક ફ્રોમ કરનારા કર્મચારીઓના પગારમાં થઈ શકે છે મોટો ફેરફાર, સરકાર લાવી...

વર્ક ફ્રોમ કરનારા કર્મચારીઓના પગારમાં થઈ શકે છે મોટો ફેરફાર, સરકાર લાવી રહી છે આ નિયમો

સરકાર જલ્દી કંપનીઓને તેના વર્તમાન કર્મચારીઓના પગારના સ્ટ્રકચરમાં ફેરફાર કરવાનો નિર્ણય કરી શકે છે. જે સ્થાયી રીતે વર્ક ફ્રોમ હોમની પસંદગી કરે છે. તેવા કર્મચારીઓના ઘરભાડા એલાઉન્સમાં કાપ અને ઈન્ફ્રાસ્ટ્રકચક કંપોનેંટની અંદર રિમ્બર્સમેન્ટ કોસ્ટમાં વધારો કરવાનો સમાવેશ કરાયો છે. એક રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, શ્રમમંત્રાલય સર્વિસની શરતોની પરિભાષામાં ફેરફાર કરવા માટે સ્ટેન્ડીંગ ઓર્ડર જાહેર કરી શકે છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અધિકારીનું કહેવું છે કે, સર્વિસની શરતોને બીજી વખત પરિભાષિત કરવાની જરૂરત છે. જેનાથી તે સુનિશ્ચિત થઈ શકે કે કર્મચારીને કંપનસેશનને ઘરેથી કામ કરવાની જગ્યાએ થનારા ખર્ચાને જોઈને તૈયાર કરવામાં આવ્યો છે.

કર્મચારીઓને ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા કેટલાક ખર્ચાઓ ઉઠાવવા પડે છે. જેવા કે વીજબીલ અને વાઈફાઈ અને કંપનેસેશન સ્ટ્રકચરમાં શામેલ કરવાની જરૂરત છે. કંપની તરફથી કર્મચારીઓને તેમના ગૃહ શહેરમાં રહેવાના કારણે ઓછા ખર્ચા થવાના, કેટલાક કેસોમાં ટીયર-2 અને ટીયર-3 શહેરોમમાં રહેવાથી, તેને કંપનસેશન પેકેજમાં દેખાડવુ જરૂરી છે.

રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું છે કે, સરકાર તમામ વિકલ્પો ઉપર વિચાર કરી રહી છે અને જલ્દી આ અંગે કેટલાક મહત્વપૂર્ણ વાતો ઉપર નિર્ણય લેશે તેવી આશા દેખાઈ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જે કર્મચારી પરમેનન્ટ રૂપે વર્ક ફ્રોમ હોમની પસંદગી કરી રહ્યાં છે તેના પગારના સ્ટ્રકચરમાં ફેરફાર થશે. જેમાં એચઆરએમાં કંપોનેંટ્સ અને પ્રોફેશનલ ટેક્સમાં ફેરફાર થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW