HomeNationalથર્ડ ક્લાસ વકીલ કહેવા બદલ પત્રકારને 1 માસની જેલ, સુપ્રીમ કોર્ટે આપી...

થર્ડ ક્લાસ વકીલ કહેવા બદલ પત્રકારને 1 માસની જેલ, સુપ્રીમ કોર્ટે આપી નહીં રાહત

નવી દિલ્હી, શુક્રવાર

  એક વકીલને ત્રીજા દરજ્જાનો ગણાવવા બદલ એક પત્રકારને સજા થઈ છે. આ ભૂલ માટે પત્રકારને 1 માસની જેલની સજા ભોગવવી પડશે. સુપ્રીમ કોર્ટે બદનક્ષીનો દોષિત ઠરેલા પત્રકારની અરજીને ફગાવી છે. તેને એક માસની કેદની સજા ફટકારી છે.

  ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અરજી પર સુનવણી કરતા જસ્ટિસ સૂર્યકાંતે અરજદારને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે કોઈને ત્રીજા દરજ્જાના વકીલ કહ્યા. તમે આવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરો છો અને દાવો કરો છો કે તમે પત્રકાર છો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના નેતૃત્વવાળી ખંડપીઠમાં સામેલ જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું હતું કે તમે લેખની ભાષા જોવો. સજાને ઉદાર ગણાવતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યુ હતુ કે આ પીળું પત્રકારત્વ છે. આ ઉદારતા છે કે માત્ર એક માસની કેદની સજા અપાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW