HomeGujaratશેરબજારમાં મહાકડાકો : સેન્સેક્સ 700 અંક અને નિફ્ટી 200 અંકથી વધુ ગગડયા

શેરબજારમાં મહાકડાકો : સેન્સેક્સ 700 અંક અને નિફ્ટી 200 અંકથી વધુ ગગડયા

મુંબઈ, શુક્રવાર

   એશિયન બજારોમાં આવેલા ઘટાડાની અસર ઘરેલુ શેરબજાર પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે શરૂઆતના સત્રમાં બીએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં 700 અંકનો મોટો કડાકો નોંધાયો હતો. તેના સિવાય એનએસઈના બેન્ચમાર્ક નિફ્ટીમાં પણ 200 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.

  વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ, વિદેશી રોકાણકારો તરફથી ચાલી રહેલી વેચવાલીની અસર શેરબજારો પર સતત જોવા મળી રહી છે. વિદેશી ફંડની સતત નિકાસીની વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, એચડીએફસી બેંક અને કોટક બેંકના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. તેની સાથે સેન્સેક્સ શુક્રવારે શરૂઆતના કારોબારમાં 700 અંકથી વધુ તૂટયો હતો. ટ્રાવેલ અને હોસ્પિટલિટી સોલ્યૂશન કંપની રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ આજે શેરબજારમાં લિસ્ટ થઈ છે. જો કે રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસે શેરબજારમાં ઘણી સુસ્ત એન્ટ્રી મારી છે. શુક્રવારે 17 ડિસેમ્બરે લિસ્ટ થયેલી કંપનીના શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસથી પણ 15 ટકા નીચે થયું છે. રેટગેનને 15 ટકાથી વધુના ઘટાડા સાથે સૌથી વધુ નુકસાન થયું છે.

   બીએસઈ પર રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસના શેરની ઈશ્યૂ પ્રાઈઝ 425 રૂપિયા હતી. પરંતુ તે 364.80 રૂપિયાએ જ લિસ્ટ થયો છે. એનએસઈ પર કંપનીના શેર 360 રૂપિયા પર ખુલ્યા હતા. મહત્વપૂર્ણ છે કે કંપનીના ઈશ્યૂ 7 ડિસેમ્બરે ખુલ્યા હતા અને બે દિવસ બાદ 9 ડિસેમ્બરે બંધ થયા હતા. રેટગેન સિવાય શેરબજારના પ્રારંભિક સત્રમાં નિટકો, મરીન ઈલેક્ટ્રિકલ્સ ઈન્ડિયા લિમિટેડ, શ્રેનિક, ધ્રુવ કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ જેવા શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ગ્લોબલ વેક્ટ્રા હેલિકોર્પ લિમિટેડ, ભારતીય ઈન્ટરનેશનલ લિમિટેડ, બોરોસિલ લિમિટેડ, Gyscoal Alloys Limitedના શેરોમાં તેજી જોવા મળી છે.

  મહત્વપૂર્ણ છે કે ગત સત્રમાં સેન્સેક્સ 113.11 અંક અથવા 0.20 ટકા વધીને 57901.14 પર અને નિફ્ટી 27 અંક એટલે કે 0.16 ટકા વધીને 17248.40 પર બંધ થયો હતો. શેરબજારના આંકડા પ્રમાણે, વિદેશી સંસ્થાગત રોકાણકાર મૂડીબજારમાં શુદ્ધ વિક્રેતા બની રહ્યા છે અને તેમણે ગુરુવારે 1468.71 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એશિયાના બીજા મુખ્ય શેરબજારોમાં શંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિયોલ મધ્યસત્ર સોદામાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. તો આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેંટ ક્રૂડ 0.79 ટકાના ઘટાડા સાથે 74.43 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW