અમદાવાદ,ગુરુવાર
રાજ્યના 268 બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાશે. જેમાં 75 હજાર જેટલા વકીલો જુદી જુદી જગ્યાએ વોટ આપશે. જો કે આ સાથે જ અંકલેશ્વર, ફેમિલી કોર્ટ અમદાવાદ, દ્વારકા અને જામનગરમાં બાર એસો.ની ચૂંટણી યોજાવામાં આવશે નહીં. આ ચાર બાર એસોની ચૂંટણી યોજવાનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે.
બાર એસો. રૂલ્સ 2015 અન્વયે ગુજરાતના 268 બાર એસો.ની ચૂંટણી વન બાર વન વોટ મુજબ શુક્રવારે યોજાશે. જેમાં દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ બાર એસો.ના આદેશ ચૂંટણી કમિશનરની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત તમામ બાર એસોની ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે ગઇકાલે બાર કાઉન્સિલમાં મિટિંગ મળી હતી. જેમાં ફેમિલી કોર્ટ બાર અમદાવાદ, નર્મદા, અંકલેશ્વર અને દ્વારકા, જામનગર ફરિયાદો મુદ્દે સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં ઇલેક્શન કમિટીના ચેરમેન કિશોરભાઇ ત્રિવેદી, ભરત ભગત, દિપેન દવે હાજર રહ્યાં હતાં. સુનાવણી દરમિયાન મતદાર નામ વિશે વસંગતતાની ફેર ચકાણીની જરૂરી લાગતા ચૂંટણી કમિશનર જગત ચોક્સીને 20 ડિસે. સુધીમાં અમદાવાદ ફેમીલી બાર એસોના હોદ્દેદારો અને ક્ષતિવાળા મતદારોને સાંભળી આખરી યાદી 21 ડિસે. સુધી તૈયાર કરવા આદેશ કર્યો છે. જ્યારે તેમની ચૂંટણી 30 ડિસે.ના રોજ યોજવા આદેશ કર્યો છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન કમિટી દ્વારા અંકલેશ્વર બાર એસો.ની મતદાર યાદી સંદર્ભે વિસગતતાને લઇ 28 ડિસે. સુધી ચૂંટણી યોજવા આદેશ કર્યો છે. ઉપરાંત જામગનર અને દ્વારકા બાર એસો. તરફથી સંજોગો વસાહત ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં વિલંબને કારણે 24 ડિસે.ના રોજ યૂંટણી યોજવા આદેશ કર્યો છે. બાર કાઉન્સિલના સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ પણ વકીલ એક કરતા વધારે જગ્યાએ મતદાન કરતા ઝડપાશે તો તેની સામે એડવોકેટ એક્ટની કલમ 35 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. (તસવીર પ્રતિકાત્મક છે)

