HomeGujaratહળવદની પ્રાથમિક શાળામાં 138 છાત્રો વચ્ચે 1 શિક્ષક તેને પણ ચૂંટણીમાં જોતરતા...

હળવદની પ્રાથમિક શાળામાં 138 છાત્રો વચ્ચે 1 શિક્ષક તેને પણ ચૂંટણીમાં જોતરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું

હળવદ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ પંચમુખી વિસ્તારમાં આવેલ શાળા નંબર 8માં હાલ 138 વિધાર્થીઓ અભ્યાસ કરે છે.જેમના માટે અહી પાંચ શિક્ષકોનું મહેકમ ફાળવવામાં આવ્યું છે જોકે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે વિધાર્થીઓ ને હાલ એક પણ શિક્ષક અભ્યાસ કરાવવા હાજર રહી શકતા નથી આ અંગે તાલુકા વિકાસ અધિકારીને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા મુજબ આ શાળામા અગાઉ 5 શિક્ષકો ફરજ બજાવતા હતા જોકે 2 શિક્ષક વયમાર્યાદાના કારણે નિવૃત થઇ ગયા છે.એક શિક્ષિકા પ્રસુતિની રજા પર છે.એક શિક્ષક અલગ અલગ વહીવટી કામમાં વ્યસ્ત હોવાથી માત્ર એક શિક્ષક જ વિધાર્થીઓને ભણાવતા હતા જોકે તાજેતરમાં આ શિક્ષકને પણ ગ્રામ પંચાયત ચુંટણીમાં જોતરી દેવાતા આ શાળાના 138 છાત્રોનો અભ્યાસ અટવાયો છે.આ અંગે સ્થાનિકોએ તાત્કાલિક વધુ શિક્ષકો મૂકી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વ્યવસ્થા કરવમાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW