અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટો ટર્મિનલ ટી-1થી, ઈન્ટરનેશનલ ફ્લાઈટો ટર્મિનલ ટી-2થી સંચાલિત થાય છે. ટર્મિનલ ટી-1માં ફ્લાઈટોની સંખ્યા વધુ હોવાથી એરપોર્ટ મેનેજમેન્ટે અંદાજે 40 ડોમેસ્ટિક ફ્લાઈટ હવે ટર્મિનલ ટી-2 પર ખસેડવા પ્રક્રિયા શરૂ કરી છે. વાઈબ્રન્ટ સમિટ પહેલા ગોએરની તેમજ સ્પાઈસ જેટની ફ્લાઈટો ટર્મિનલ ટી-2માં શિફ્ટ કરાય તેવી શક્યતા છે. ટર્મિનલ ટી-2માં પેસેન્જરોને વધુ જગ્યા મળી રહે તે માટે ટર્મિનલના સિક્યોરિટી હોલ્ડ એરિયાને વધારી અન્ય પેસેન્જર સુવિધા પણ વધારાશે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટોની સંખ્યા 1500થી 1800 જેટલી જ હોવાથી ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2નો ઉપયોગ ખૂબજ ઓછો થાય છે. આ પરિસ્થિતિમાં ટર્મિનલ ટી-1માં પેસેન્જરોનું ભારણ ઘટે તે માટે એરપોર્ટ મેનેજમેન્ટ 40થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટોને ટર્મિનલ ટી-1માંથી ટી-2માં ખસેડશે.

