મુંબઈ,મંગળવાર
કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નને પાંચ દિવસ થઈ ગયા છે. હાલમાં બંને માલદિવ્સમાં હનીમૂન મનાવી રહ્યા છે. લગ્ન થયા ત્યાર બાદ કેટરીના તથા વિકી કૌશલ લગ્નની તસવીરો શૅર કરી રહ્યા છે. હવે કેટરીના તથા વિકીએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં વિકી લેડી લવ કેટરીનાને કિસ કરતો જોવા મળ્યો હતો. કેટ તથા વિકીએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર શૅર કરીને કહ્યું હતું, પ્રેમ, સન્માન તથા આદર કરો. નોંધનીય છે કે આ સગાઈની તસવીરો છે.
વિકી કૌશલ અને કેટરીના કૈફે તાજેતરમાં જ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આ કપલ એકબીજા સાથે તેમના લગ્નની યાદો તાજી કરતા જોવા મળે છે. આ તસવીરોમાં તમે જોશો કે કેટરીના કૈફે ફ્લોરલ પિંક કલરની સાડી પહેરી છે અને તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે. તે જ સમયે, વિકી કૌશલે ગુલાબી રંગની શેરવાની પહેરી છે, જે કેટરીનાની સાડીને પૂરક છે.આમાંથી એક તસવીરમાં તમે જોઈ શકો છો કે વિકી કૌશલ કેટરિનાને તેના કપાળ પર પ્રેમથી કિસ કરી રહ્યો છે. લગ્ન સમયે લેવામાં આવેલી આ તસવીરોમાં બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.
40 આર્ટિસ્ટે 1800 કલાકમાં કેટની સાડી તૈયાર કરી
કેટરીના તથા વિકી કૌશલે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યાં હતાં. સબ્યસાચીએ સો.મીડિયામાં કેટરીનાની સાડી તથા જ્વેલરી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કેટરીના કૈફે માતાના બ્રિટિશ વારસાને પ્રી- વેડિંગ ફંક્શન દરમિયાન ટ્રિબ્યૂટ આપી હતી. કેટરીનાની સાડી સાથે વેલ (ચૂંદડી) પણ લગાવવામાં આવી હતી. કેટરીનાની સાડીને વ્હાઇટ વેડિંગ ગાઉનની જેમ તૈયાર કરવામાં આવી હતી. પેસ્ટલ રંગની સાડીમાં અંગ્રેજી ફૂલોની એમ્બ્રોઇડરી કરી હતી. બંગાળના કારીગરોએ સાડીમાં ક્રિસ્ટલ તથા રત્નોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આ સાડીને તૈયાર કરવામાં 40 આર્ટિસ્ટને 1800 (75 દિવસ)થી પણ વધુ કલાકો થયા હતા. સાડીની સાથે કેટરીનાએ ચોકરનો સેટ પહેર્યો હતો. આ સાથે જ સબ્યસાચીની હેરિટેજ જ્વેલરી પહેરી હતી. વિકી કૌશલે પીચ રંગની શેરવાની પહેરી હતી.

