મુંબઈ, મંગળવાર
ભારતીય શેરબજારમાં આજે પણ વેચવાલી જોવા મળી છે. દિવસભરના કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા છે. બીએસઈનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 166.33 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડા સાથે 58117.09 પર બંધ થયો. જ્યરે નિફ્ટી ઈન્ડેક્સ 43.45 અંક એટલે કે 0.25 ટકાના ઘટાડા સાથે 17324.90 પર બંધ થયો છે.
સેન્સેક્સમાં ટોપ 30 શેરોની યાદીમાંથી 13 સ્ટોક્સ લાલ નિશાન પર બંધ થયા છે. જ્યારે 17 શેરો લીલા નિશાન પર બંધ તયા છે. આજના કારોબાર બાદ આઈટીસીના શેર સૌથી વધુ ગગડયા છે. આ સિવાય બજાજ ફાયનાન્સ, કોટક બેંક, ભારતી એરટેલ, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, સન ફાર્મા, એચડીએફસી, એચડીએફસી બેંક, બજાજ ઓટો અને મારુતિના શેર ઘટાડા સાથે બંધ થયા છે.
આ સિવાય તેજીવાળા સ્ટોક્સની યાદીમાં પાવર ગ્રિડ સૌથી આગળ રહ્યા છે. આજે પાવરગ્રિડ 3.84 ટકાની તેજી સાથે 212ના સ્તરે બંધ થયા છે. તો ડૉ. રેડ્ડી, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, Indusind Bank, HUL, Asian Paints, NTPC, LT, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એસબીઆઈ અને ટાટા સ્ટીલના સ્ટોક્સમાં દિવસભર ખરીદદારી રહી હતી. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે મિશ્રિત કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી બેંક,ઓટો ફાયનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, પીએસયૂ બેંક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ સેક્ટર લાલ નિશાન પર ક્લોઝ થયા છે. આ સિવાય નિફ્ટી આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ લીલા નિશાન પર બંધ થયા છે.

