દિવાળી પર્વને કારણે સમગ્ર મોરબી શહેરમાં વેકેશનનો માહોલ છવાયો હતો નાની દુકાનથી લઇ મોટા શો રૂમ બજાર મુખ્ય માર્ગો પર પણ શાંતિ છવાઈ ગઈ હતી હવે દિવાળી પર્વ પૂર્ણ થતા ફરી બજાર રાબેતા મુજબ ધમધમતા થવા લાગ્યા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલા 4 દિવસના વેકેશન બાદ આજથી મોરબી યાર્ડ ફરી ધમધમતું થયું હતું આજે લાભ પાંચમના શુભ મુર્હુત થી મોરબીના માર્કેટ યાર્ડમાં ખેડૂતો તેમની જણસ લઇ યાર્ડમાં આવી પહોચ્યા હતા અને અલગ અલગ શેડમાં કપાસ મગફળી જીરું તેમજ સહિતના પાકની હરાજી શરૂ થઈ છે . પ્રથમ દિવસે કપાસ, મગફળી અને જીરું સોયાબીન કઠોળ સહિતના પાક વેચવા ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. કપાસનો ભાવ 1780થી લઇને રૂ 1,900 વચ્ચે નોધાયો હતો, મગફળીનો ભાવ 1196 થી લઇ 1,600 રૂપિયાનો ભાવ રહ્યો હતો આ ઉપરાંત જીરાનો ભાવ રૂપિયા 4850થી લઇ ને 5,400 સુધીનો રહ્યો છે.
દિવાળીના તહેવારથી યાર્ડમાં હરાજી સહિતનું કામ બંધ હતું. લાભ પાંચમથી તમામ કામ ફરી શરૂ થયું. પહેલા દિવસે 2300 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. જયારે 450 ક્વિન્ટલ મગફળી અને 72 ક્વિન્ટલ જીરુંની આવક થઇ હતી માટે આવ્યા હતા. આ ઉપરાંત કઠોળ પાકમાં 19 ક્વિન્ટલ અડદ અને 38 ક્વિન્ટલ ચણાની આવક થઇ હતીતી. યાર્ડના સેક્રેટરી કાંતિ પટેલે જણાવ્યું કે હરાજી સવારે 9 વાગ્યે શુભ મુહૂર્તમાં શરૂ થઈ હતી. ખેડૂતોને પાકના ભાવ સંતોષકારક મળ્યા હતા. યાર્ડના વેપારી ના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી સહિતના પાક વેચવા આવ્યા હતા. અલગ-અલગ પાકના સારા ભાવ મળતાં વેપારીઓમાં પણ ખુશી હતી.


