HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાની કાર્યવાહી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કરી છે.

મળતી માહિતી મુજબ, રવાપર ઘુનડા રોડ પર રહેતા લલિતભાઈ ગંગારામભાઈ હાલપરાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે છ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા ઈસમોમાં લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા, હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા, ચંદ્રકાંતભાઈ બાબુલાલ ગામી, વીરેન્દ્રભાઈ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ વરસડ, રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા અને કિરીટભાઈ ત્રિભોવનભાઈ લીખીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા રૂ. 88,400નો મળેલ મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW