HomeGujaratદુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, ફાયરિંગમાં પગમાં ગોળી...

દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, ફાયરિંગમાં પગમાં ગોળી મારી

અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહે ઘટનાસ્થળે પંચનામા દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી.

આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનામાં એક પોલીસકર્મીને પણ ઈજા થઈ હતી. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈનો હોવાનું અને અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW