HomeGujaratમાળીયાના ખાખરેચી ગામે નજીવી બાબતે ભાઈ-બહેન પર લાકડાના ધોકાથી હુમલો, 3 સામે...

માળીયાના ખાખરેચી ગામે નજીવી બાબતે ભાઈ-બહેન પર લાકડાના ધોકાથી હુમલો, 3 સામે ફરિયાદ

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં ફોન પર થયેલી બોલાચાલીના મામલે ભાઈ-બહેન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિતે ત્રણ લોકો વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, માળીયાના ખાખરેચી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડે ગામના જ ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ રાઠોડ અને સતીષ ધનજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, ધનજીભાઈએ રાજુભાઈને ફોન કરતા બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનો મનદુઃખ રાખી આરોપીઓએ રાજુભાઈને ઘર બહાર બોલાવ્યા હતા. રાજુભાઈ બહાર આવતા આરોપીઓએ તેમના પર હુમલો કરી ગાલ પર પાંચથી છ તમાચા માર્યા હતા. તેમજ રાજુભાઈના બહેન સોનુબેનને પણ આરોપીઓએ વાળ પકડી જમીન પર પછાડી દીધા હતા. ત્યારબાદ બંને ભાઈ-બહેનને લાકડાના ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW