HomeGujaratમાળિયા- હળવદના અગરિયા ભાઈઓ માટે ખાસ સૂચના: અગરિયા ઓળખ કાર્ડ રીન્યુ કરવા...

માળિયા- હળવદના અગરિયા ભાઈઓ માટે ખાસ સૂચના: અગરિયા ઓળખ કાર્ડ રીન્યુ કરવા તેમજ નવા કાર્ડ કઢાવવા માટેની ઝુંબેશ શરૂ

માળિયા તાલુકા તેમજ હળવદ તાલુકાના તમામ અગરિયા ભાઈઓને જણાવવામાં આવે છે કે, આગામી તારીખ 18/05/2026 થી તારીખ 15/06/2026 સુધી શ્રમ વિભાગ તેમજ અગરિયા હિતરક્ષક મંચના પ્રતિનિધિઓ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત જે અગરિયા ભાઈઓ પાસે જૂના ઓળખ કાર્ડ છે તેને રીન્યુ (નવીનીકરણ) કરવાની કામગીરી કરવામાં આવશે. આ સાથે જ, જે અગરિયા ભાઈઓ અગાઉ ઓળખ કાર્ડ કઢાવવામાંથી બાકી રહી ગયા છે, તેવા તમામ ભાઈઓ માટે નવા અગરિયા ઓળખ કાર્ડ કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

મહત્વની વિગતો અને જરૂરી દસ્તાવેજો:

  • કાર્ડ રીન્યુ કરાવવા માટે: અગરિયા ભાઈઓએ પોતાના જૂના અગરિયા ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે.

  • નવા ઓળખ કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા: ૧. રાશનકાર્ડની ઝેરોક્ષ નકલ ૨. આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ [Aadhaar Redacted] ૩. બે પાસપોર્ટ સાઈઝના ફોટા

કામગીરીનું સ્થળ: અગરિયા ભાઈઓની સગવડતા ખાતર, આ તમામ કામગીરી તમે જે જગ્યાએ મીઠું પકાવો છો (અગર વિસ્તાર) તે જ જગ્યાએ રૂબરૂ આવીને કરવામાં આવશે.

શ્રમ વિભાગ અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા તમામ અગરિયા ભાઈઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, આ યોજનાનો મહત્તમ લાભ લેવો અને તમારા સંપર્કમાં રહેલા અન્ય અગરિયા ભાઈઓને પણ આ અગત્યના કાર્યક્રમની જાણ કરી સહભાગી બનવું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW