HomeGujaratમાળિયાના ખાખરેચીમાં પ્રેમલગ્નની અદાવતમાં ઘરમાં ઘૂસી આગચંપી અને તોડફોડ, ત્રણ સામે પોલીસ...

માળિયાના ખાખરેચીમાં પ્રેમલગ્નની અદાવતમાં ઘરમાં ઘૂસી આગચંપી અને તોડફોડ, ત્રણ સામે પોલીસ ફરિયાદ

માળિયાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણાએ આરોપી ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી અને માહેનૂર ઓસમાન મોકરસી ત્રણેય રહે.- ખાખરેચી, તા-માળીયા મી. જી.મોરબીવાળા સામે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈના દીકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ અદાવતના કારણે આરોપીઓએ ફરીયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદ મુજબ, ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી અને સહમાહેનૂર ઓસમાન મોકરસીએ ફરીયાદીના મોટાભાઈ નવઘણભાઈના ઘરમાં જબરદસ્તી પ્રવેશ કરી આગ લગાવી હતી. ઉપરાંત ઘરમાં રહેલી ચીજવસ્તુઓને કુહાડી અને ત્રિકમ વડે તોડફોડ કરી અંદાજે રૂ. 1 લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW