HomeGujaratવેકેશનની મજા સાથે સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ માટે ઓનલાઈન કેમ્પનું આયોજન

વેકેશનની મજા સાથે સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ માટે ઓનલાઈન કેમ્પનું આયોજન

પુરુષોત્તમ માસ નિમિત્તે બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી ઇસ્કોન કઠવાડા દ્વારા ખાસ ઓનલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો પ્રારંભ આવતી 17 મે 2026, રવિવારથી થવાનો છે. ખાસ વાત એ છે કે મોરબી સહિત રાજ્યભરના બાળકો આ કેમ્પમાં સંપૂર્ણ નિઃશુલ્ક જોડાઈ શકશે તેમજ વિવિધ ઇનામો જીતવાની તક પણ મળશે.

આ ઓનલાઈન કેમ્પમાં બાળકોને ભગવદ ગીતા, ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાદાયક વાર્તાઓ, મહાભારતના પ્રસંગો, શ્લોક કંઠસ્થ કરવાની સરળ પદ્ધતિઓ તેમજ અનેક આનંદદાયક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ 5 થી 17 વર્ષ સુધીના બાળકો આ કેમ્પમાં ભાગ લઈ શકશે.

મોરબીના અતુલ વિષ્ણુ દાસે જણાવ્યું હતું કે, આ કેમ્પ દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારસરણીનો વિકાસ થશે. સાથે જ સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્ય, પ્રેમભાવ અને ગીતા જ્ઞાનમાં વધારો થશે, જે બાળકના મનોબળને વધુ મજબૂત બનાવશે. તેમણે મોરબીના વાલીઓને પોતાના બાળકોને આ કેમ્પ સાથે જોડવા અપીલ કરી છે.

કેમ્પમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ લિંક જાહેર કરવામાં આવી છે.

https://chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t

વધુ માહિતી માટે સંપર્ક કરો
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી
અતુલ વિષ્ણુ દાસ : 7016707756

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW