મોરબીના આલાપ રોડ પર આવેલ શિવ સુર્ષ્ટી એપાર્ટમેંટમાં રહેતા પાર્થ બળવંતભાઇ ભાડજા નામના યુવાનને ગઈકાલના રોજ ઇલેક્ટ્રિક શોક લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

