વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કરણાવદ (શેમલ્યા) ગામના વતની અને હાલ વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ છગનભાઈ શામજીભાઈ કાંજીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા કલમભાઈ જામસીંગભાઈ ગુંડીયાની દોઢ વર્ષની પુત્રી નૈયાનું દુર્ઘટનાગ્રસ્ત મોત થયું છે.
મળતી માહિતી મુજબ તા.29 માર્ચ 2026ના રોજ બપોરના સમયે નૈયા પોતાની ભાઈ-બહેનો સાથે વાડીમાં આવેલી ઓરડી નજીક રમતી હતી. રમતા રમતા અચાનક તે પાણી ભરેલી કુંડીમાં પડી ગઈ હતી. પાણીમાં ડૂબી જવાને કારણે બાળકીનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ બાળકીના પિતા કલમભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરી છે.

