HomeGujaratમોરબી: વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની લાલ આંખ, દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી: વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની લાલ આંખ, દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં વ્યાજની ઉઘરાણીના નામે આતંક મચાવતા વ્યાજખોર દંપતી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવક પાસેથી મુદ્દલ કરતા અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ સોનાના દાગીના અને ચેક પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જેલ રોડ પર રહેતા અને ઓરકેસ્ટ્રાના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ (ઉ.વ. 40)એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ, વર્ષ 2021થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન તેઓએ આરોપી ભાવિન નરેન્દ્રભાઇ ત્રિવેદી અને તેની પત્ની પાસેથી વ્યાજે નાણાં લીધા હતા.

ફરિયાદીએ આરોપી પાસેથી કુલ રૂ. 2,40,000 વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજ સહિત કુલ રૂ. 7,67,500ની માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ વધુ નાણાંની માંગણી કરી રહ્યા હતા. નાણાંની લેતી-દેતી વખતે આરોપીઓએ બળજબરીથી કોરા ચેક પડાવી લીધા હતા અને સોનાના દાગીના ગીરવે રાખ્યા હતા, જે રકમ ચૂકવ્યા બાદ પણ પરત કરવામાં આવ્યા નથી. આ કેસમાં અન્ય સાક્ષી સોનલબેન સોલંકીને પણ રૂ. 2.50 લાખ વ્યાજે આપી, તેની સામે રૂ. 5 લાખનું લખાણ કરાવી બળજબરીથી મોટરસાયકલ અને ચેક પડાવી લીધા હોવાનું ખુલ્યું છે. ગત તા. 28/03/2026ના રોજ આરોપીઓએ લાતીપ્લોટ સ્થિત પોતાની ‘આઈશ્રી એન્ટરપ્રાઈઝ’ નામની ઓફિસ પર નાણાંની ઉઘરાણી બાબતે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ. એન.આર. વાણીયા દ્વારા આરોપી દંપતી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 386 (બળજબરીથી કઢાવી લેવું), 506(2) (જાનથી મારી નાખવાની ધમકી), 114 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011ની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW