HomeGujaratમોરબીના ઘુટુ ગામે કાળઝાળ દુર્ઘટના: થ્રેસરમાં ચુંદડી ફસાતા ખેતમજૂર મહિલાનું કમકમાટીભર્યું મોત

મોરબીના ઘુટુ ગામે કાળઝાળ દુર્ઘટના: થ્રેસરમાં ચુંદડી ફસાતા ખેતમજૂર મહિલાનું કમકમાટીભર્યું મોત

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં ખેતીકામ દરમિયાન એક અત્યંત કરુણ અને હૃદય ચીરી નાખતી ઘટના સામે આવી છે. ખેતરમાં ચણા કાઢવાની કામગીરી કરી રહેલી એક પરપ્રાંતીય શ્રમિક મહિલાનું થ્રેસર મશીનમાં ચુંદડી ફસાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે

મળતી માહિતી અનુસાર, ઘુટુ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ચણાના પાકને થ્રેસર મશીન દ્વારા સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે શ્રમિક મહિલા પાર્વતીબેન મુકેશભાઈ ડામોર  નામની 32 વર્ષીય શ્રમિક મહિલા મશીન પાસે કામ કરી રહ્યા હતા. કામગીરી દરમિયાન અચાનક તેમના માથા પર બાંધેલી ચુંદડી ચાલુ થ્રેસર મશીનના પટ્ટા કે ફરતા ભાગમાં ફસાઈ ગઈ હતી.મશીનની ગતિ એટલી તેજ હતી કે મહિલાને સંભાળવાની તક મળે તે પહેલા જ તેઓ મશીન તરફ ખેંચાયા હતા. આ ભયાનક અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મૃતક મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે ઘુટુ ગામે રહીને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW