HomeGujaratમોરબીના ખોખરા ધામમાં હનુમાન જયંતિએ દિવસભર યોજાશે ધાર્મિક કાર્યક્રમો, રાત્રે લોકડાયરાનું આયોજન

મોરબીના ખોખરા ધામમાં હનુમાન જયંતિએ દિવસભર યોજાશે ધાર્મિક કાર્યક્રમો, રાત્રે લોકડાયરાનું આયોજન

મોરબીના બેલા-ભરતનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોખરા હનુમાન હરિહરધામ, જે માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પણ ગૌસેવા અને શિક્ષણનું પવિત્ર કેન્દ્ર છે, ત્યાં તા. 01 એપ્રિલ 2026, બુધવારના રોજ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

અખંડ રામધૂન: સવારે 9:00 વાગ્યાથી હરિનામ સંકીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે.મહાપ્રસાદ: બપોરે 12:00 કલાકે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું અને રાત્રિ કાર્યક્રમ  રાત્રે 9:30 કલાકે  લોક ડાયરો થશે જેમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરશે, સાથે જ જાણીતા ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW