HomeGujaratમોરબીમાં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: રવાપર રોડ પર બનશે હાઈટેક 'સેન્ટ્રલ એ.સી.'...

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: રવાપર રોડ પર બનશે હાઈટેક ‘સેન્ટ્રલ એ.સી.’ લાઈબ્રેરી

મોરબી શહેરમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આધુનિક અભ્યાસ માટે યોગ્ય માહોલ મળી રહે તે હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી આધુનિક લાઇબ્રેરી બનાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ લાઇબ્રેરી શહેરના રવાપર રોડ પર નરસંગ ટેકરી નજીક નિર્માણ કરવામાં આવશે.

આ યોજના હેઠળ ત્રણ માળની વિશાળ અને સુવિધાસભર લાઇબ્રેરી ઊભી કરવામાં આવશે. હાલ લાઇબ્રેરીના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક નિર્માણ કાર્ય શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. લાઇબ્રેરીમાં વાચકોને ઉત્તમ અને આરામદાયક અભ્યાસ વાતાવરણ મળે તે માટે સંપૂર્ણ સેન્ટ્રલ એ.સી. સુવિધા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત તમામ વિભાગોમાં આધુનિક ડિઝાઇન મુજબનું સુવ્યવસ્થિત ફર્નિચર ગોઠવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી સરળતાથી અભ્યાસ કરી શકે.

આ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાચકો અને વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ રીડિંગ ઝોન બનાવવામાં આવશે જેથી શાંતિપૂર્ણ અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ શક્ય બને. બાંધકામ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર પદ્ધતિથી કરવામાં આવશે અને ઇમારત ભૂકંપ પ્રતિકારક માળખા મુજબ તૈયાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં સુરક્ષિત અને મજબૂત લાઇબ્રેરી શહેરને મળે. સાથે સાથે આ લાઇબ્રેરીમાં વિશેષ આકર્ષણરૂપે ઓપન ટેરેસ લાઇબ્રેરીની સુવિધા પણ રહેશે, જ્યાં વાચકો ખુલ્લા અને કુદરતી વાતાવરણમાં વાંચનનો આનંદ લઈ શકશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ આ મોડર્ન લાઇબ્રેરી પ્રોજેક્ટ શહેરના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે અને નાગરિકોમાં વાંચનની ભાવનાને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW