HomeGujaratવાંકાનેર-કુવાડવા GIDC વિસ્તારમાં ₹11 કરોડના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના...

વાંકાનેર-કુવાડવા GIDC વિસ્તારમાં ₹11 કરોડના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે વિકાસકાર્યનો પ્રારંભ

મોરબી : 21 માર્ચ 2026ના રોજ 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તાર હેઠળ કુવાડવા GIDC વિસ્તારમાં મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કાર્યને મંજુરી આપવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેને કુવાડવા-સરધાર બાયપાસ રોડ સાથે જોડતો આ નવો માર્ગ રૂડા દ્વારા અંદાજે ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, યતી બ્રહ્મદેવજી ગીરનારી બાપુ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રાજાભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, કુવાડવા સરપંચ સંજયભાઈ પીપડિયા, તેમજ જાદવભાઈ કાકડિયા, પીન્ટુભાઈ કાકડિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત, આ માર્ગ માટે જમીન આપનાર ખેડૂતોનું સન્માન પણ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW