HomeGujaratમોરબી: સિરામિક યુનિટોના શટડાઉન વચ્ચે પોલીસ અને ઉદ્યોગકારોની મહત્વની બેઠક; સુરક્ષા અંગે...

મોરબી: સિરામિક યુનિટોના શટડાઉન વચ્ચે પોલીસ અને ઉદ્યોગકારોની મહત્વની બેઠક; સુરક્ષા અંગે અપાયા ખાસ સૂચનો

મોરબી: તા. 16/03/2026ના રોજ એસોસિએશન હોલ ખાતે મોરબીના ઉદ્યોગકારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી સારડા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ બંધ હોય ત્યારે કઈ કઈ તકેદારીઓ રાખવી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન એસપીએ ઉદ્યોગકારોને સચેત કરતા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સિરામિક યુનિટો શટડાઉન લઈ રહ્યા હોય ત્યારે દરરોજ કોઈ એક ભાગીદાર દ્વારા યુનિટની મુલાકાત લેવામાં આવે તે જરૂરી હોવાનું જણાવાયું. સાથે સાથે રોડ સાઇડ પર લગાવેલા સીસીટીવી કેમેરા ચાલુ રાખવા પર ભાર મુકાયો. ઉદ્યોગોના કંપાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી, જેથી જાનમાલનું રક્ષણ સુનિશ્ચિત કરી શકાય, તે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી કાર શેરિંગ કરવાની પણ અપીલ કરવામાં આવી.

મજૂરો સાથે કોઈ વિવાદ સર્જાય તો તે પ્રશ્નને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પર ભાર મુકાયો હતો. ઉપરાંત, ચોરી અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિના બનાવોમાં નજીકના પોલીસ સ્ટેશનમાં તરત જ જાણ કરવાની સલાહ આપવામાં આવી, પરંતુ કાયદો હાથમાં ન લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW