વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને માન્યતા આપતાં ગુજરાત સરકારે વાંકાનેર બસ સ્ટેન્ડ માટે નવી બસની ફાળવણી કરી છે. વાંકાનેર-દાહોદ-ગાગરડી રૂટ પર આજથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, કોર્પોરેટર રમેશભાઈ વોરા, બ્રિજરાજસિંહ ઝાલા, જે.બી. મદ્રેસાનિયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

