HomeGujaratવાંકાનેર તાલુકામાં દેશી દારૂ બનાવટ પર પોલીસનો દરોડો: રૂ. 34,000નો મુદ્દામાલ જપ્ત,...

વાંકાનેર તાલુકામાં દેશી દારૂ બનાવટ પર પોલીસનો દરોડો: રૂ. 34,000નો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ હોય તે દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં આવેલ વડીયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ત્યાં તપાસ કરતાં ખરાબામાંથી દેશી દારૂ બનાવવાનો અંદાજે 1000 લીટર ઠંડો આથો (કિંમત રૂ. 25,000) તેમજ 45 લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. 9,000) મળી આવ્યો હતો. કુલ મળીને રૂ. 34,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા, રહેવાસી ગામ જોધપર નદી, તા. જી. મોરબવાળાને ઝડપી લઇ તેમના વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW