HomeGujaratમોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો રોડ રીપેરિંગ અને દબાણ દૂર કરવાની...

મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો રોડ રીપેરિંગ અને દબાણ દૂર કરવાની કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો રસ્તો લાંબા સમયથી બગડેલી હાલતમાં હોવાને કારણે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસી યોગેશભાઈ રંગપડીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો માર્ગ “આઈકોનિક રોડ” તરીકે વિકસાવવા માટે અગાઉ મોરબી મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, આ માર્ગ પર અનેક કાચા-પાકા ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ જતા કામમાં વિલંબ થતો હોવાનું જણાવાયું છે.

આથી, પહેલા આ દબાણો દૂર કરવામાં આવે અને પછી રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. હાલ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી, નવો રોડ બને ત્યાં સુધી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની પણ જરૂરિયાત દર્શાવવામાં આવી છે. ખાસ કરીને લીલાપર કેનાલ રોડ પર સવારે અને સાંજે ભારે ટ્રાફિક રહેતા હોવાથી આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો માર્ગ વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાય છે. સિરામિક ફેક્ટરીમાં જતાં કર્મચારીઓ તેમજ પટેલનગર, આલાપ પાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક સહિતની આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ માટે આ માર્ગ ખૂબ જ મહત્વનો હોવાથી તાત્કાલિક ડિમોલિશન અને રીપેરીંગની માંગ ઉઠાવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW